ગુજરાત ભૂમિ, ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.
આ સ્પર્ધા તા.૧૩/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. જે સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી જિલ્લા રમત ગમત કચેરીએ જમા કરાવેલ હોય તે સ્પર્ધકોએ સમયસર હાજર રહીને પોતાનું રિપોટિંગ કરાવાનું રહેશે.
વકતૃત્વ સ્પર્ધાના વિષયો કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ મેળવી લેવાના રહેશે.
આ સ્પર્ધા ૧૫ થી ૩૫ વર્ષના સ્પર્ધકો માટે બે વિભાગમાં (અ વિભાગ- ૧૫ વર્ષથી ૧૯ વર્ષ સુધીના અને બ વિભાગ- ૧૯ વર્ષ ઉપરના અને ૩૫ વર્ષ સુધીના) સ્પર્ધા યોજાનાર છે.
આ સ્પર્ધા જિલ્લાકક્ષાએ યોજાશે ત્યારબાદ જિલ્લાકક્ષાએ પ્રથમક્રમે વિજેતા થનાર સ્પર્ધકને રાજ્યકક્ષા સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
વધારે માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે સંપર્ક કરવો તથા રમત ગમત કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી પણ માહીતી મેળવી શકાશે.