રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ તૃતીય નંબર સાથે વિજેતા

Views: 18
0 0

Read Time:4 Minute, 5 Second

ગુજરાત ભૂમિ, દાહોદ

દાહોદ ખાતે તા. ૨૬-૦૯-૨૦૨૫ રોજ જિલ્લા કક્ષાનો મેળો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પા પા પગલી ” પ્રોજેક્ટ અંતર્ગત “ભૂલકા મેળા” નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ મેળાની થીમ “શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ” હેઠળ દાહોદ સાંસદ જશવંત સિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વાલીઓને પોષણ સાથે શિક્ષણ અંગેની જરૂરી માહિતી આપી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. જે માટે વિષય નિષ્ણાંત ખાસ તજજ્ઞને પણ આમન્ત્રિત કરવામાં આવ્યા હતા.

તદુપરાંત આંગણવાડીના અભ્યાસ ક્રમની થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટેરિયરલ TLM નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ૬૫ થી વધુ ટી.એલ.એમ મુકવામાં આવ્યા હતા.આ ટી. એલ.એમ બાળકોના માનસિક, શારીરિક, બૌધિક, ભાષાકિય, સામાજિક, ભાવનાત્મક, સર્જનામક્ત, વિકાસને ધ્યાનમાં રાખીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુજબ બનાવવામાં આવ્યા હતા. જે ઘરમાંથી સરળતાથી ઉપલબ્ધ હોય તેવી લો કોસ્ટ સાધન સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ અને ફાયદા વિશે વાલીઓને વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

આ અંગે વધુ પ્રકાશ પાડતા પ્રોગ્રામ ઓફિસરે મહિલા અને બાળ વિકાસ વિભાગ દાહોદના જણાવ્યા મુજબ વાલીઓ ભૂલકા મેળામાં જોડાયા તેનું મુખ્ય કારણ એ છે કે, જો ઘરમાં શૈક્ષણીક વાતાવરણ હશે તો બાળકો આંગણવાડીમા આવવા પ્રેરાશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની રમત સાથે ગમ્મતની પ્રવૃતિઓ હાથ ધરવાથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. જે ૩ થી ૫ વર્ષના બાળકો માટે ઘણી જરૂરી છે.તદુપરાંત કાર્યક્રમ અંર્તગત દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તમામ ઘટકના પી.એસ.ઈ.સ્ટાફ, મુખ્ય સેવિકા બહેનો તેમજ વર્કર બહેનો દ્વારા ભૂલકા મેળામાં ટી. એલ.એમ.કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ ટી. એલ. એમ. માં સૌથી ઉત્કૃષ્ટ ટી. એલ.એમ. કૃતિને સારી કામગીરી પ્રથમ નંબર આવવા બદલ સન્માનિત કરવામાં આવેલ હતી. ત્યાર બાદ આ ટી. એલ.એમ કૃતિને ઝોન કક્ષાએ હરીફાઈ માટે નામ નોમિનેટ કરતાં તા. ૦૭-૧૦-૨૦૨૫ ના રોજ ઝોન કક્ષાએ ભૂલકા મેળાનુ આયોજન કરવામાં આવતાં ત્યાં દાહોદ ટી. એલ.એમ.કૃતિનો પ્રથમ નંબર આપવામાં આવેલ, તેઓને ઝોન કક્ષાના ભૂલકા મેળામાં ભાગ લીધો હતો.જેમાં ઝોન કક્ષાએ પણ દહોદ ટીમનો સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ માટે દ્રિતીય નંબર આવ્યો હતો. ત્યારબાદ તા. ૦૯ -૧૦-૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાની TLM કૃતિ રાજ્ય કક્ષાએ ભૂલકા મેળામાં રજુ કરવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લાની TLM કૃતિને રાજ્ય કક્ષાએ ભૂલકા મેળા- ૨૦૨૫ દાહોદ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ TLM કૃતિ ત્રીજો નંબર સાથે વિજેતા થઈ હતી.જે દાહોદ જિલ્લા માટે ખુબ જ ગર્વની વાત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *