Read Time:57 Second
ગુજરાત ભૂમિ, કતારગામ
સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામમાં નિર્માણ પામેલા રત્નમાલા જંક્શન અને ગજેરા જંક્શનને જોડતા એક તરફના ટુ-લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
મેયર દક્ષેશ કિશોરભાઈ માવાણી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા વિશેષ ઉપસ્થિતિમાં કતારગામના રત્નમાલા અને ગજેરા જંક્શન પર ઈ.પી.સી. (EPC- Engineering, Procurement & Construction) પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા આ ૪-લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના ૨-લેન બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
