ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. ગામ સ્તરે ખેડૂત મીટિંગ કેવી રીતે અસરકારક રીતે ગોઠવવી તેની પ્રાયોગિક સમજ ફિલ્ડમાં આવતી વાસ્તવિક મુશ્કેલીઓની ચર્ચા તેમજ પ્રાકૃતિક કૃષિ માટે કૃષિ યુનિ.ની ભલામણો,
ખેતરની સમસ્યા ઓળખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી હતી.
આ તાલીમમાં આત્માના એગ્રી સુપરવાઈઝર ધર્મેશભાઈ રાઠવા, બીટીએમ સંજયભાઈ રાઠવા અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર પ્રિયંકા રાઠવા,સીઆરપી અને કૃષિ સખીઓ ઉપસ્થિત રહી હતી.
