‘નમો લક્ષ્મી યોજના’: દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણનું ધ્યેય

‘નમો લક્ષ્મી યોજના’: દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણનું ધ્યેય
Views: 4
0 0

Read Time:2 Minute, 39 Second

ગુજરાત ભૂમિ, સુરત

સુરતની એક એવી કન્યા શાળા જેમાં અભ્યાસ કરતી ધો.૯થી ૧૨ની ૧૦૦ ટકા વિદ્યાર્થિઓને નમો લક્ષ્મી યોજના હેઠળ આવરી લેવાઈ

નમો લક્ષ્મી યોજનાનું સફળ અમલીકરણ અને ઉમદા હેતુની પૂર્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલય:ધો.૯થી ૧૨ની ૮૭૦ દીકરીઓને મળી રહી છે આ યોજનાની રૂ.૫૦ હજારની સ્કોલરશીપ

 રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજનાના પરિણામે રાજ્ય સરકાર અનુદાનિત વિ.ઠા. ચોકસી કન્યા વિદ્યાલયમાં ધો.૯થી ૧૨માં દીકરીઓના નામાંકનમાં વધારો નોંધાયો

 જે દીકરીઓએ અમારી શાળામાં ધો.૯ અને ધો.૧૦ નો અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું, તે પણ હવે અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે એડમિશન લઈ રહી છે :- આચાર્ય તૃપ્તિબેન પટેલ

સરકારની આર્થિક સહાયથી રત્નકલાકારો અને સામાન્ય પરિવારોની દીકરીઓને અભ્યાસ માટે મળ્યો આર્થિક સહારો: પરિવાર પર આર્થિક ભારણ ઘટતા દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસનો માર્ગ ખૂલ્યો‘આર્થિક અગવડતાને કારણે દીકરીઓ અભ્યાસથી વંચિત ન રહે’ એવી દરકાર લેતી સરકાર

    રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં દીકરીઓ શિક્ષિત-દીક્ષિત બને, આર્થિક, સામાજિક, વ્યાવસાયિક ક્ષેત્રે પુરૂષ સમોવડી બને એવા શુભાશયથી રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી, જેના ભાગરૂપે રાજ્યમાં કન્યા કેળવણી દરમાં અસરકારક વધારો નોંધાયો છે. કન્યા કેળવણીના આ રથને પ્રગતિના પથ પર આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્યાઓના શિક્ષણ અને પોષણની કાળજી લેવા માટે શિક્ષણ વિભાગે ‘નમો લક્ષ્મી યોજના’ વર્ષ ૨૦૨૪ના શૈક્ષણિક સત્રથી અમલમાં મૂકી હતી, પરિણામે દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણનું ધ્યેય સાકાર થઈ રહ્યું છે. આ યોજનાના ઉમદા હેતુની પૂર્તિ અને સફળ અમલીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ સુરતની કન્યા શાળામાં જોવા મળ્યું છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *