Read Time:1 Minute, 7 Second
ગુજરાત ભૂમિ, સુરત
સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોને કારણે થતા માનવમૃત્યુના દરમાં ઘટાડો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને નિવારાત્મક પગલા અને રોડ મિકેનિઝમ સુદ્રઢ કરી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં આવેલા રસ્તા અને પુલો હેવી વેહીકલ્સ માટે નથી બન્યા તેમનો ઉપયોગ આવા ભારે વાહનો માટે ન થાય તેની તકેદારી રાખવા કહ્યું હતું.
