ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ધોરડો ખાતે પરંપરાગત સ્વાગત કરાયું

Views: 55
0 0

Read Time:1 Minute, 46 Second

ગુજરાત ભૂમિ, ભુજ

             ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે પધાર્યા છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો ખાતે પધાર્યા હતા. જ્યાં ધોરડો હેલિપેડ ખાતે માનનીય ઉપરાષ્ટ્રપતિ તેમજ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુ. સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

આ વેળાએ રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, ટી.સી.જી.એલ.ના એમ.ડી. આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જી.કે. રાઠોડ, ધોરડો સરપંચ મિયાં હુસેન સહિતના અગ્રણીઓએ માન.ઉપરાષ્ટ્રપતિને ધોરડો ખાતે મીઠો આવકાર આપ્યો હતો. ધોરડો ખાતે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ટેન્ટ સિટી ખાતે બીએસસેફ બટાલિયન ૩ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *