રાજયની જિલ્લા પંચાયતના પ્રમુખ-પદાધિકારીઓનો એક દિવસીય પરિસંવાદ

Views: 86
0 0

Read Time:5 Minute, 47 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઇ વાજા સાથે ”અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ વિષય વસ્તુ સાથે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, સંકલ્પો અને છેવાડાના માણસો સુધી પંચાયતીરાજ મારફતે આપણે મહત્તમ ઉપયોગી કેવી રીતે થઇ શકીયે ?” તે સંદર્ભે વિચાર-પરામર્શ કરેલ. પંચાયતીરાજ મંત્રી બચુભાઇ ખાબડ મારફતે સરકારની પંચાયત અને ગ્રામ વિકાસની સિધ્ધિની હારમાળાનું વર્ણન કરી પ્રમુખશ્રીના પ્રશ્નો માટે સરકારનો હકારાત્મક અભિગમ છે તેવું જણાવેલ. અધિક અગ્ર સચિવ મનોજ દાસ દ્વારા પંચાયત વિભાગ અને પ્રમુખના પ્રશ્નો અને વિકાસના કામને ઝડપથી ગતિ મળે તેમજ સરકારી નાણાંનું અસરકારક આયોજન થાય -સમય મર્યાદામાં પૂર્ણ થાય અને જરૂર પડે નીચલા સ્તરેથી આયોજન થાય તેમા ૧૫માં નાણાપંચ અને અન્ય કામોમાં વહીવટી અંતરાલ દૂર કરવા ખાત્રી આપેલ.

મુખ્યમંત્રીએ મુળભુત આયોજન મુજબ વન વેન કાર્યક્રમનું પ્રારૂપ બદલી ટુ વેન · કાર્યક્રમ કરી રાજયભરના ૧૫થી વધુ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષને પંચાયતને લગતા પ્રશ્નો,વહીવટી મુશ્કેલી, જરૂરીયાતો વિગેરે અન્ય ખુલ્લા મને સૂચન માંગેલ જેમાં ખાસ કરીને ૧૫ વર્ષ પહેલાના ડીઝલના ભાવના અનુસંધાને પદાધિકારીઓના પ્રવાસ ભથ્થા વાર્ષિક નકકી થયેલ ડીઝલનો ભાવ બમણો થઇ ગયેલ છે તે સંદર્ભે પુનઃવિચારણા કરવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સમિતિના અધ્યક્ષના માનદ્ વેતનમાં પુનઃવિચાર કરવો જોઇએ, અધિકારી-પદાધિકારી વચ્ચે વહીવટી સંકલન અને પરામર્શ થવી જરૂરી છે, આદીવાસી વિસ્તારના પ્રશ્નો, મહેસુલી કરવેરાના માળખાનું સરળીકરણ તેમજ જિલ્લા પંચાયતને બીન ખેતીના અધિકાર કલેકટર પાસે કેન્દ્રીત થતા જિલ્લા પંચાયતની મહેસુલી આવકમાં ધટાડો થયેલ અને ઓન લાઇન બીન ખેતી પ્રકીયા થતા જિલ્લા પંચાયતની જુની પધ્ધતિમાં થતી સ્થળ ખરાઇ વિવિધ ખાતાઓના નો-ઓબ્જેકેશન સર્ટી. વગેરે પ્રથા બંધ થતાં નવા પ્રશ્નો ઉદભવેલ તે અંગે પણ રજુઆત થયેલ,ગ્રામીણ વિસ્તારમાં આકારણી થતા મકાનવેરાની પુન વિચારણા કરવા જેમ ( GeM ) પ્રોટોલ ઉપર ખરીદી સંદર્ભે, જિલ્લા પંચાયતના પ્રમુખઓને ધારાસભ્ય- સંસદસભ્ય માફક વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવા, ગ્રામીણ વિસ્તારમાં રસ્તાના કામો, ૧૫માં નાણાપંચમાં ટાઇડ-અનટાઇડ ગ્રાન્ટ રાજયના જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોગવાઇ કરવા, સ્ટેમ્પ ડયુટી અને રેતી કંકરની ગ્રાન્ટ બાબતે રજુઆતો કરવામાં આવેલ.

આ પરિસંવાદમાં ગ્રામ કક્ષાએ ડોર ટુ ડોર કચરાનું કલેકશન અને નિકાલનું સુવ્યવસ્થિત આયોજન, પંચાયત વિભાગની સિધ્ધીઓ ગુડ ગવર્નન્સ માસ્ટર પ્લાન પ્રેઝન્ટેશન, ૧૫મું નાણાપંચ, ડીસ્ટ્રકીટ ડેવલોપમેન્ટ પ્લાન,તાલુકા ડેવલોપર્મેન્ટ પ્લાન અને અન્ય યોજના સાથે સમન્વય તેમજ ગ્રામીણ વિકાસમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા અને તે લગત ફિલ્મ નિર્દેશન થયેલ.

આ ઉપરાંતના સેશનમાં નાણાનું સુવ્યવસ્થિત આયોજન તથા નાણાંકીય શિસ્ત તેમજ સ્વભંડોળ વધાવવું અને અસરકારણ ઉપયોગ કરવો પ્રેઝન્ટેશન થયેલ.ગ્રામ વિકાસ કમિશ્નર મીલિંદ તોરાવણે દ્રારા ગ્રામ વિકાસની યોજનાના સફળ અમલીકરણ કરવા પદાધિકારીઓને જણાવેલ.

મુખ્યમંત્રી દ્વારા પ્રારંભે પંચાયત વિભાગ દ્રારા પંચાયતીરાજને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવા માટે પંચાયતીરાજ ઇન્ફોરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (PARINAM )પોર્ટલનું ઇ-લોકાપણ કર્યું હતું.

અંતમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ આભારવિધિ કરેલ અને આ પરિસંવાદ કરવા બદલ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ, વિકાસ કમિશ્નર સંદીપકુમાર, ગ્રામ વિકાસ કમિશ્નર મીલિંદ તોરાવણે તેમજ પંચાયત અને ગ્રામ વિકાસના અધિકારી-કર્મચારીઓનો આભાર માનેલ તેમ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની એક અખબારી યાદી જણાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *