ગુજરાત ભૂમિ, ભુજ
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય ઉપરાષ્ટ્રપતિ સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે. મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્વાગત કર્યું હતું.
આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માનનીય ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૯ ફેબ્રુઆરીના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે.