0
0
Read Time:52 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણાવવાનું કે, આગામી તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝની સામે,ગઢડા રોડ, મુ.ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ખાતે સવારે ૧૦:૦૦થી બપોરના ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.