ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
મહિલા અને બાળવિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા તાલાલા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ વિશે માહિતી, એડવોકેટ જાદવભાઈ દ્વારા નિઃશુલ્ક કાનુની સેવા તેમજ પીએસઆઈ મારૂ દ્વારા મહિલા સુરક્ષા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા મહિલા સુરક્ષાને લગતા વિભિન્ન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ તકે, પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર અભયમ-૧૮૧ મહિલા હેલ્પલાઈન વિશે જાણકારી આપીને ‘સંકટ સખી’ એપ્લીકેશન પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી તેમજ મહિલાઓ સાથે થતી ઘરેલું હિંસા (શારીરિક તેમજ માનસિક), છેડતી તેમજ બિનજરૂરી પજવણી સહિતના કિસ્સાઓમાં મદદ તેમજ મહિલાલક્ષી પ્રાથમિક યોજનાઓથી અવગત કરાયા હતા અને નિઃશુલ્ક કાઉન્સેલિંગ વિશે માહિતી આપવામાં આવી હતી.