0
0
Read Time:41 Second
ગુજરાત ભૂમિ, સોમનાથ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કર્યા હતા. સાથે જ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરીને મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ધન્યતા વ્યક્ત કરી હતી. આ તકે સોમનાથ મંદિરના પુજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.