0
0
Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, સોમનાથ
રાજ્ય સરકારના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગોના મંત્રી મુળુભાઈ બેરા આજરોજ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. સોમનાથ મહાદેવની પૂજા માટે તેઓ દ્વારા પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીશ્રી દ્વારા મંત્રીનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી રસીલાબેન વાઢેર સહિતના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.