Read Time:49 Second
ગુજરાત ભૂમિ, સુરત
ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા.
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા.
