ગુજરાત ભૂમિ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, અને ગુજરાતે તેમાં લીડ લીધી છે. ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આજે ગાંધીનગર ખાતે આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતમાં આકાર લઈ રહેલા 10 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ્સની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
સેમિકન્ડક્ટર સેક્ટરના આ પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટી માટે હાથ ધરવામાં આવેલા કામોની જાણકારી પણ તેમણે મેળવી હતી. દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે. ગુજરાતનું ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનના મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવશે. દુનિયામાં આજે સેમિકોન ઈન્ડસ્ટ્રીની વાત થાય ત્યારે અને ધોલેરાનો પણ વિશેષ ઉલ્લેખ થતો હોય છે, તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
સેમિકન્ડકટર સેક્ટરના તેજ વિકાસ માટે સરકારના વિવિધ વિભાગો પરસ્પર સંકલન સાથે ટાઈમ બાઉન્ડ કરીને આગળ વધે તે ખૂબ જરૂરી છે. આ દિશાની તમામ કામગીરી સમયસર ચોક્ક્સાઈ સાથે પૂરી થાય માટે નિયમિત ફોલોઅપ બેઠકનું પણ આયોજન કરાશે.
