ગુજરાત ભૂમિ, ભાવનગર
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી – શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક અને સંશોધનના ઉદેશોથી તા.૧૫-૩-૨૦૨૫ના રોજ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર ( National Archives of India )ની મુલાકાત લીધી હતી.
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતના ઐતિહાસિક દસ્તાવેજોનું સંરક્ષણ કરવું અને સંશોધન માટે દસ્તાવેજો ઉપયોગી થાય એવો છે. ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.આ વિભાગે દેશના રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, દસ્તાવેજોનો સંગ્રહ કરી, સાચવીને રાખ્યાં છે. No Documents No History સૂત્રને સાર્થક કરવા, પ્રમાણભૂત અને સાચી માહિતી માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.
આ સંસ્થા એ જૂનાં દસ્તાવેજો , જૂનાં પત્રો ,જૂની ડાયરીઓ ,સરકારી આદેશો , અલભ્ય હસ્તપ્રતો તથા ગ્રંથો , મધ્યકાલીન સમય, બ્રિટિશ સમય, મરાઠા શાસન,શીખ શાસકો,દેશી રજવાડાઓ તેમજ વિવિધ જ્ઞાતિઓ, ધર્મ, સંપ્રદાયના દસ્તાવેજોને ખૂબ જતનથી સાચવીને રાખ્યા છે.ભાવિ પેઢીને પણ ઉપયોગી થાય એવી રીતે દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજો જુદી જુદી શ્રેણીમાં વિભાજિત છે, તેનું વર્ગીકરણ કરી તેને અનુક્રમણિકા પ્રમાણે ગોઠવણી કરવામાં આવી છે. સંશોધન માટે તથા ખૂબ ગોપનીય દસ્તાવેજોના ઉપયોગ માટે મંજૂરી અનિવાર્ય છે.આ અભિલેખાગાર વિદ્યાર્થીઓ ને અને શિક્ષકો ને શૈક્ષણિક અને સંશોધન માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતનો વિશાળ જ્ઞાનભંડાર આ રાષ્ટ્રીય અભિલેખાગારમા સચવાયેલો છે. જ્ઞાનના અભ્યાસ અને તેના પ્રસારની વિવિધ પ્રવૃતિઓ અને કાયૅક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના ૨૦ વિદ્યાર્થીઓ જેમાં ૧૨ બહેનો તથા ૮ ભાઈઓ સાથે ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.લક્ષમણ વાઢેર, અને અધ્યાપકો ડો.પવનકુમાર જાંબુચા, ડો.વિજય કંટારિયા અને ડો.દીવ્યજિતસિહ ગોહિલ જોડાયા હતા. કોલેજના આચાર્ય ડો.એમ.બી.ગાયજને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.