Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
જાનમાલની સલામતી ખાતર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં આગામી તા. ૨૫-૦૩-૨૦૨૫ થી તા. ૨૬-૦૩-૨૦૨૫ સુધી કોઈ પણ શખ્સે જવુ નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં.
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈ પણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.