Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા આઠ આશા બહેનોને વધુ તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૧ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
