ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહ યોજાયો

Views: 58
0 0

Read Time:3 Minute, 23 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું પંડિત દીનદયાળ આરોગ્ય ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાવનગરના ૧૩૭ દિવ્યાંગોને અગાઉથી એલીમ્કો દ્વારા કેમ્પ કરીને તપાસ કર્યા બાદ તેમની જરૂરિયાત મુજબ ૨૪,૮૧,૮૨૨ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે હોંસલો બુલંદ હોય તો હિમાલય સર કરવામાં પણ કોઇ અવરોધ આવતો નથી ત્યારે દિવ્યાંગો માટે મદદરૂપ થવા માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે આ ઉપરાંત સરકાર દ્વારા દિવ્યાંગો માટે રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન એવા સ્થળોએ તેમને અગવડતા પડે નહિ એવી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં અપાર શક્તિ રહેલી છે ત્યારે દિવ્યાંગો માટે ખાસ ડિઝાઇન કરીને બનાવેલા આ ઉપકરણો બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોતા નથી ત્યારે આજરોજ ખાસ કેમ્પ કરીને દિવ્યાંગઓને ઉપકરણો વિતરણ કરવામાં આવી રહ્યા છે.

ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એન.વી ઉપાધ્યાય જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં રહેલી કુદરતી શક્તિ વધુ વિકસિત કરવા કેમ્પમાં વિતરણ કરાતા ઉપકરણ ખૂબ જ ઉપયોગી થશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચીફ જનરલ મેનેજર કમિષ્ટ મહેતાએ જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં વિરાટ શક્તિ રહેલી છે દિવ્યાંગોને સશક્તિકરણ માટેનો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનો આ એક પ્રયાસ છે.

આ કાર્યક્રમમાં બેટરીવાળી સાઇકલ-૩૪, પેડલ સાયકલ-૩૫, વ્હીલ ચેર-૩૧, સી.પી. ચેર-૨, બૈસાખી-૪૬, છડી-૨૦, એમ.એસ.આઈ.ઇ.ડી. કીટ-૨૯, બ્રેલ કેન-૧૮, રોલેટર-૨, સ્માર્ટ ફોન-૧૮, બ્રેલ કીટ-૮ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડિંગકમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર શ્રીમતિ એમ. આર. બૃહમભટ્ટ, હેલ્થ ઓફિસર ડો. રમેશ સિંહા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એચ. આર. અને સી.એસ.આર. મેનેજર રાજેશ કરંદીકર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ભાવનગરના પ્લાન્ટ મેનેજર નીતિન પાંડે તેમજ એલીમ્કોના મૃદુલ અવસ્થી અને અનુજ ધાકડ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *