ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૮ ફેબ્રુઆરીના રોજ શ્રી સોમનાથ એકેડમી બાયપાસ ખાતે અસાધારણ ઉંચાઈ ધરાવતા હાઈટના આધારે અંડર–૧૪ એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનોનું હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવેલ છે.
આ હાઈટ હન્ટમાં ભાઈઓની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૬૦+, ૧૬૮+, ૧૭૩+, ૧૭૯+ તેમજ બહેનોની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૫૫+, ૧૬૩+, ૧૬૬+, ૧૭ ૧+ હોવી આવશ્યક છે.
હાઈટ હંટમાં રસ ધરાવનાર ભાઈઓ/બહેનોએ તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે પોતાનું ઓરીજીનલ આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે સોમનાથ એકેડેમી, બાયપાસ પાસે, કોડીનાર ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.
આ કસોટીની વધુ માહિતી માટે જશરાજ દાહીમા મો.૭૦૬૯૫ ૧૫૦૦૭, ૯૦૩૩૨ ૪૪૪૧૮પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથની યાદીમાં જણાવેલ છે.