ગુજરાત ભૂમિ, ભાવનગર
ઈ-ગવર્નન્સના ભાગરૂપે રાજ્યના તમામ વહીવટી વિભાગોથી માંડી ખાતાના વડાની કચેરીઓ, જીલ્લા અને તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ તથા રાજ્યના બોર્ડ, નિગમો અને અન્ય કચેરીઓમાં તમામ સ્તરની વહીવટી કાર્યપધ્ધતિમાં સુગમતા અર્થે વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના તા.૨૮/૧૨/૨૦૨૨ ના પરિપત્રથી “ઇ-સરકાર” પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. “ઇ-સરકાર” પોર્ટલ કાર્યવાહીની અમલવારી અર્થે કર્મચારીઓમાં “ઇ-સરકાર” પોર્ટલની જાગૃતતા સારૂ જિલ્લાની કચેરીનાં સ્ટાફને તાલીમ મેળવવી અનિવાર્ય બની રહે છે.“ઇ-સરકાર” પોર્ટલની અસરકારક અમલવારી અન્વયે ભાવનગર જિલ્લાની વહિવટી વિભાગની કચેરીના બીજા રાઉન્ડમાં એક વહીવટી જાણકાર અને એક કોમ્પ્યુટર જાણકાર ૫૦ જેટલા કર્મચારીઓને આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે આઈ.સી.ટી. ઓફીસર ચિરાગ વાળા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.