કૃષિ બીજનું અમૃત એટલે બીજામૃત…

Views: 2
0 0

Read Time:4 Minute, 24 Second

ગુજરાત ભૂમિ, દાહોદ 

      કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઈકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિદ્ધાંત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. જીવામૃત અને ઘનજીવામૃતની જેમ બીજામૃત પણ પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે. બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલા બીજામૃત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિમાં પણ બીજની માવજત જંતુનાશકથી કરવામાં આવે છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે તેનો ઉપયોગ રાસાયણિક અથવા સજીવ ખેતીમાં પણ કરી શકાય છે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. 

            બીજામૃતને બીજ અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજામૃત દ્વારા બીજનો ઉગાવો સારો મળે છે અને છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીજામૃત થી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ છે.

           બીજામૃત બનાવવા, ૧૦૦ કિગ્રા બિયારણને પટ આપવા માટે ૨૦ લિટર પાણી(વધુમાં વધુ) + ૫ લિટર દેશી ગાયનું ગોબર+ ૧ મૂઠી વડ નીચેની માટી / શેઢા + પાળાની માટી/રાફડાની માટી આ મિશ્રણને કોથળાથી ઢાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય.

વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપવાની રીત:-

(૧) મગફળી અને સોયાબીન માટે બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃતને બદલે ઘન જીવામૃતનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦ કિગ્રા બિયારણ હોય તો ૧ કિગ્રા ઘન જીવામૃત ભેળવવું.

(૨) ધાન્ય અને તેલીબિયા પાકોમાં ચોખા, બાજરા, મકાઈ, જુવાર, ઘઉં, તલ, અળસી, સૂર્યમુખી, કપાસ, કસુંબી વેગેર પૈકી જે વાવવું હોય તે બીજ પાથીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને છાયડામાં સુકવવું.

 (૩) કઠોળ વર્ગના પાકમાં મગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજામૃતનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને છાયામાં સુકવવું.

(૪) કંદમૂળમાં બટાકા, હળદર, આદું, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડામાં લઈ તેને બીજામૃતમાં થોડી સેકન્ડ માટે ડૂબાડીને કાઢયા બાદ વાવવું. 

(૫) શાકભાજીમાં બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી, પાણીથી ધોઈને બીજામૃતમાં ડૂબાડીને વાવવું જેથી કાંપનીનો પટ ધોવાઈ જાય.

(૬) રોપા માટે રોપાના મૂળ બીજામૃતમાં અમુક સેકન્ડ માટે ડૂબાડીને પછી વાવવા.

                આમ, પદ્ધતિસર બનાવેલા અને ઉપયોગમાં લીધેલા બીજામૃતના સમયસર ઉપયોગથી પાકની ગુણવત્તા સુધારી મહત્તમ પાક લઈ શકાય છે. જેથી ખેડૂતોને મબલખ ઉત્પાદન અને મહત્તમ નફો રળવાની તક મળે છે. ખાતરને બદલે ખેતરમાં જ બનાવેલ બાયો-કલ્ચર એટલે બીજામૃત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *