ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વેરાવળ મળીબેન કોટક હાઇસ્કુલ ખાતે શ્રીમતી મણીબેન કોટક હાઇસ્કુલ, દર્શન હાઇસ્કુલ, અંકુર હાઇસ્કુલના ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. તેમજ જિલ્લાના દરેક તાલુકાકક્ષાએ અને શાળાકક્ષાએ પણ બાયસેગ, યુટ્યુબ અને ટીવી ચેનલના મારફતે આ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાવામાં આવેલ હતું. જેમાં ૪૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ, વાલીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પીયુષ ફોફંડી, શિક્ષણશેલના સભ્ય વિઠલાણી જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ ડોડીયા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી વાજા શિક્ષણ નિરિક્ષક અપારનાથી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન ના એકઝામ વોરીયર્સ ગુજરાતી પુસ્તિકાનું મહાનુભાવો દ્વારા માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.