ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
સ્વાસ્થ્ય જાળવવા અને શરીરની તંદુરસ્તી માટે આયુર્વેદ ઓષધીઓનો પણ ખુબ મહત્વ રહ્યો છે. પરંપરાગત ઔષધિઓની માહિતી લોકોને મળે અને લોકો રોજબરોજની જીવનશૈલીમાં અપનાવતા થાય તે હેતુથી આયુષમેળા યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ઉના યોગા હોલ ખાતે “હર દિન હર ઘર આર્યુંવેદ” અંતર્ગત ધારાસભ્ય કે.સી.રાઠોડની અધ્યક્ષતામા આયુષમેળો યોજાયો હતો. જેમાં જિલ્લામાં ઉત્કૃષ્ટ કામાગીરી કરનાર મેડીકલ ઓફીસર સતિષ પડશાળા, વૈધ રાકેશ શાહ અને વૈધ પાંચાભાઇ દમણીયાને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશીત ગીર-સોમનાથ આયુર્વેદશાખા દ્વારા આયોજીત આયુષ મેળામાં ૪૦૦૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આર્યુવેદ નિદાન-૧૯૦ લાભાર્થીઓ, હોમીયોપેથ ચિકિત્સા-૧૩૭, સુવર્ણપ્રાશન હોપ્સ-૯૩, અગ્નિકર્મ ચિકિત્સા-૧૩, ઉકાળા કેમ્પ-૬૩૦, હોમીયોપેથી દવા-૩૮૦, પ્રકૃતિ પરીક્ષણ-૮૪ તેમજ જરા ચિકિત્સા, પંચકર્મ વન્સપતિ, ઓષધી પ્રદર્શન, સ્વસ્થવૃત પ્રદર્શનપ્રદર્શન, હર્બલ વાનગી પ્રર્દશનના મળી કુલ ૪૦૦૦ થી વધુ લાભાર્થીઓ આયુષમેળાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત સાથે આયુષમેળા અંગેનું પ્રાયોજન અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. ઉનાની જુદી-જુદી શાળાઓની બાળાઓએ ધન્વંતરી વંદના, ગણેશ સ્તુતી, યોગ, સુર્યનમસ્કાર જેવી સંગીત સાથે કૃતિઓ રજુ કરી હતી. આ તમામ બાળાઓને પણ મહાનુભાવો દ્વારા રોડક પુરષ્કારથી સન્માનિત કરાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે વૈધ પાંચાભાઇ દમણીયા દ્વારા આયુર્વેદ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદનું મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત યોગ નિષ્ણાંતોએ મેળાની મુલાકાત લેવા આવેલ લોકોને યોગ વિશે પ્રેટીકલી સમજણ આપી હતી અને ષટકર્મા મો ના વસ્ત્શધોતી, સુત્રનેતી અને જલનેતી કર્માનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઇ શિંગડ, અગ્રણી સામતભાઇ ચારણીયા, પ્રકાશભાઇ ટાંક, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફીસર, ઉના નગરપાલીકા ચીફ ઓફીસર, સીડીપીઓ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભા લીધો હતો. ઉપરાંત તમામ મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ આયુષની જુદી-જુદી અનેકવિધ સેવાઓ અને આયુષમેળાની કામગીરીને બીરદાવી હતી.