‘ડાંગ દરબાર-૨૦૨૬’ ના પ્રારંભ સાથે રજૂ થશે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો

Views: 2
0 0

Read Time:2 Minute, 16 Second

ગુજરાત ભૂમિ, ડાંગ 

ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે. જેમાં ડાંગ દરબાર મેળા સંદર્ભે યોજાયેલ સાંસ્કૃતિક સમિતિ દ્વારા કલાકારોની યાદી તેમજ વિગતવાર ૫ દિવસોનું આયોજન નક્કી કરી દેવામાં આવેલ છે.  

જેમાં ‘ડાંગ દરબાર -૨૦૨૬’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળનાર રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાનું વિશ્વ પ્રસિધ્ધ ‘ડાંગી નૃત્ય’, પાવરી નૃત્ય, માદળ, ભવાડા નૃત્ય, ઉપરાંત અન્ય પ્રાંતના વિખ્યાત નૃત્યોની રમઝટ માણવા મળશે. 

આ સાથેજ સતત ૫ દિવસો સુધી યોજાનાર ડાંગ દરબારના મેળામાં રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો રોજે રોજ ડાંગના દરબારીઓનું મનોરંજન કરશે. જેમાં પ્રથમ દિવસે ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે પોતાના સંગીતના શુર રેલાવશે. બીજા દિવસે ભાવેશ આહિર, ત્રીજા દિવસે લક્ષ્ય બેંન્ડ, ચોથા દિવસે પ્રિતમ શુક્લ અને રૂપલ રાણા તથા પાંચમાં દિવસે મેધ મલ્હાર બેંન્ડ જે તમામ ખ્યાતનામ સિંગરો અને મ્યુઝીક બેંન્ડ પોતાનું પરફોર્મન્સ રજુ કરશે. 

આ ઉપરાંત ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકારો સાથે અન્ય કલાકારો પણ સંગીત, નૃત્ય અને વિવિધ કૃતિઓ રજુ કરશે. જે મેળા દરમિયાન રંગ ઉપવન ખાતે સાંજના સાત વાગ્યા થી ‘ડાંગના દરબારીઓ’ ને માણવા મળે તેવુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *