આણંદ જિલ્લાના બોરસદ તાલુકા ખાતે નાગરિકોને સુવિધાજનક અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂપિયા રૂ. ૩૪૦ લાખના ખર્ચે નિર્માણ થનાર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય કચેરીનું અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે રૂપિયા રૂ. ૧૮૦ લાખના ખર્ચે તૈયાર થનાર અર્બન હેલ્થ સેન્ટર અને રૂ. ૧૬૦ લાખના ખર્ચે નિર્માણ થનાર તાલુકા આરોગ્ય કચેરી બોરસદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે બોરસદ ખાતે તાલુકા આરોગ્ય કચેરી તથા નવીન શહેરી (અર્બન) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે. સરકાર દ્વારા નિર્માણ પામનાર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી આજુબાજુના તમામ વિસ્તારના નાગરિકોને આયુષ્માન કાર્ડ, મફત ડિલિવરી, માતૃ-બાળ કલ્યાણ સેવાઓ, કુટુંબ કલ્યાણ સેવાઓ, ડે-કેર વગેરે જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી બોરસદ અને આસપાસના વિસ્તારના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય વિષયક સેવાઓનો બહોળો લાભ તેમના ઘરઆંગણે જ મળી રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંઘા, નગરપાલિકા પ્રમુખ પૂર્વીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, મુખ્ય જિલ્લા અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચઓ તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
