Read Time:46 Second
ગુજરાત ભૂમિ, અમરેલી
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા નીચે મુજબ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે:
- કાપણી કરેલ પાકને ખુલ્લામાં ન રાખવો, સલામત સ્થળે ખસેડવો
- પ્લાસ્ટિક અથવા તાડપત્રી વડે પાક ઢાંકી દેવો
- ખાતર અને બિયારણને સુરક્ષિત રાખવું
- જંતુનાશક દવાનો ઉપયોગ હાલ પૂરતો ટાળવો
- APMC ખાતે અનાજ અને પેદાશોને ઢાંકીને રાખવું
વધુ માહિતી માટે સંપર્ક કરો: 📞 કિસાન કોલ સેન્ટર – 18001801551
