‘ડાંગ દરબાર’ ના મેળા દરમિયાન એકસ્ટ્રા બસો શરૂ કરાશે

Views: 2
0 0

Read Time:2 Minute, 48 Second

ગુજરાત ભૂમિ, ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન આયોજિત ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળામાં ઉમટતી જનમેદની, રાહદારીઓ, વેપારીઓ વિગેરેની સરળતા તથા સૂચારુ વાહન વ્યવહાર અર્થે જિલ્લા વહીવટી તંત્રની ટ્રાફિક નિયમન સમિતિ દ્વારા એકસ્ટ્રા હંગામી બસોની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા સાથે સહયોગ આપવા અનુરોધ કરાયો છે. 

એસ.ટી.તંત્ર તરફથી મળેલી વિગતો અનુસાર તા.૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ ૨૦૨૬ દરમિયાન આહવા ખાતેના એસ.ટી. ડેપો ઉપરથી મુસાફર જનતાની અવરજવર બંધ રહેશે. જેના સ્થાને આહવાના IOC પેટ્રોલ પંપ (ફોરેસ્ટ ઓફિસ) પાસે હંગામી રીતે કાર્યરત કરાયેલા પિકઅપ પોઈન્ટ-૧ ઉપરથી પિંપરી, વઘઇ, કુશમાલ, ઝાવડા, સાવરખડી, દગુણ્યા, કાલિબેલ, વ્યારા, ચિખલી, બીલીમોરા, વલસાડ, વાપી, નવસારી, ધરમપુર, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ગોધરા, નડિયાદ, સાણંદ, અંકલેશ્વર તરફ જતી તમામ બસો ઉપડશે. 

તે જ રીતે સાપુતારા નાકા (નવાપુર રોડ) પિકઅપ પોઈન્ટ-૨ ઉપરથી નીલસાકયા, ગાઢવી, જામલાપાડા, સાવરખડી, હાંડોળ, સોનગઢ, વ્યારા, દેવમોગરા, સુબીર, લવચાલી, ઘાણા, પોળસમાળ, શિંગાણા, બિલિઆંબા, નિશાણા, પીપલદહાડ, પિંપલનેર, બરડીપાડા, ગારખડી, ચિમેર, ગાંધીનગર, નવાપુર, સાકરી, ચિંચવિહિર, ધવલીદોડ, ધૂડા, બોરખલ, ગલકુંડ, લિંગા, શામગહાન, સોનુનીયા, નડગચોંડ, ગડદ, ડોન, કડમાળ, ચિંચલી, તારાબાદ, સુરગાણા, સાપુતારા, વની, સપ્તશૃંગી, નાશિક તરફ જતી તમામ બસો અહીથી ઉપડશે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયું છે. 

આ ઉપરાંત ‘ડાંગ દરબાર’ના મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. ત્યારે એસ.ટી તંત્ર દ્વારા વધુ ૬ જેટલી બસો દોડાવવામાં આવનાર છે. તેમજ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનાર બોર્ડના પરીક્ષાર્થીઓ માટે પણ એસ.ટી. ડેપો દ્વારા વધારાની બસોનું આયોજન કરાયું છે. ત્યારે આ બસ સેવાઓનો લાભ લેવા પણ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *