Read Time:59 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, રાણપુરની યાદીમાં જણાવવામાં આવે છે કે, પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ રાણપુર ખાતે વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક (કોપા). મેકેનીક ડિઝલ, મશીનીષ્ટ ગ્રાન્ડર અને વેલ્ડરમાં ઓનલાઇન એડમીશન પ્રક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પર શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ માટેના ઓન લાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે.
વધુ માહિતી માટે ઔધોગિક તાલીમ સંસ્થા, પાળીયાદ રોડ, ગીરનારી આશ્રમ નર્સરી પાસે, રાણપુર ખાતે રૂબરૂ મુલાકાત લેવા જણાવવામાં આવે છે.
