ગુજરાત ભૂમિ, બોટાદ
બોટાદ જિલ્લામાં કુલ ૩૧,૮૦૦ ઉપરાંતના ખાતેદાર ખેડૂતો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છે, તેમણે આગામી ૨૦મા હપ્તાના ૨૦૦૦ રૂ. મેળવવા ફરજીયાત ફાર્મર રજીસ્ટ્રી કરાવવી જરૂરી હોય બાકી તમામ પીએમ કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થીઓને ફાર્મર રજીસ્ટ્રી ઝડપથી કરવવા જણાવવામાં આવે છે.
બોટાદ જિલ્લાના કુલ ખાતેદાર ખેડૂતોની સંખ્યા ૨,૩૧,૬૪૭ છે. તેની સામે જિલ્લાના કુલ પર,૦૯૭ ખેડૂતોની એટલે કે રર.૫૦ ટકા ખેડૂતોએ જ ફાર્મર રજીસ્ટ્રી કરાવ્યું છે. બાકીના ખાતેદાર ખેડૂતોને પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી લાભ લેવા અર્થે ફાર્મર રજીસ્ટ્રી કરવા/કરાવી લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવે છે.
https://gjfr.agristack.gov.in વેબસાઈટ પરથી નોંધણી કરાવી શકે છે. ફાર્મર રજીસ્ટ્રી ખાતેદાર ખેડૂત જાતે, કે વીસીઈ/વીએલઈ/ સહાયક કે સીએસસી સેંટર દ્વારા પણ કરી શકે છે.
વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રી નો તેમજ નોંધણી અર્થે ગ્રામ પંચાયત ખાતેના વિસીઈ/ વિએલઈનો સંપર્ક કરી શકે છે.
