ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
દરિયામાં આશરે ૬૫ વર્ષનો માછીમારને માછીમારી કરતી વખતે અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થતો હતો. આ ઘટના બાદ જહાજના કેપ્ટને ભારતીય નેવી કોસ્ટ ગાર્ડને અને ઈમરજન્સી સર્વિસ ૧૦૮ને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં.
કોલરનો કોલ મળતા વેરાવળ ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. ગોવિંદા ભગત અને પાયલોટ ભરત બાંભણિયા ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય નેવી કોસ્ટ ગાર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, દર્દી હજુ પણ દરિયામાં છે અને છાતીમાં અસહ્ય દુઃખાવો ચાલુ જ છે.
જે પછી તરત જ દર્દીને કિનારે લાવવામાં આવ્યો ત્યારે ઘણો સમય પસાર થઈ ગયો હતો. તેથી ઇ.એમ.ટી. ગોવિંદા ભગતે તાત્કાલિક પ્રાથમિક તપાસ કરી હતી. જેથી જાણવા મળ્યું કે દર્દીને અસહ્ય છાતીમાં દુઃખાવો થઇ રહ્યો હતો અને સમય પણ પસાર થઈ ગયો હતો.
જે પછી ઇ.એમ.ટી.એ તરત જ ૧૦૮ સેન્ટરમાં બેઠેલા તબીબ સાથે વાત કરી અને ટેલિફોનિક સલાહ મુજબ દર્દીને જરૂરી સારવાર આપી નજીકની ખાનગી હોસ્પિટલ, વેરાવળમાં ખસેડી જીવ બચાવવામાં આવ્યો હતો.
