ગુજરાત ભૂમિ, જામનગર
ધ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે હિટવેવને અનુલક્ષીને જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લામાં આવેલ તમામ બાંધકામ સાઇટ પર જયાં બાંધકામ શ્રમીયોગીઓ દ્વારા કામ લેવામાં આવે છે તે તમામ બાંધકામ સાઇટ પર બપોરે ૧.૦૦ કલાકથી ૪.૦૦ કલાક સુધી કામગીરી ના લેવા તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન શ્રમયોગીઓને આરામ/ વિશ્રામનો સમય આપવા તેવી વ્યવસ્થા કરવા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જે મુજબ મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમયોગીઓને પ્રવર્તમાન ઉનાળા સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થય સંબધીત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે ૧.૦૦ થી ૪.૦૦ના સમયગાળા દરમીયાન ખુલ્લી જગ્યાએ કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતી કરનાર બિલ્ડર્સ, એમ્પ્લોએર્સ કોન્ટ્રાકટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતી સાથે સંકયાયેલ શ્રમયોગીને આગામી સમય જૂન ૨૦૨૫ સુધી ઉકત સમયગાળા પૂરતો વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે. તથા તે રીતે ફાળવેલ વિશ્રામ સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો ૨૦૦૩ ના નિયમ – ૫૦(૨) મુજબ વિશ્રામ (INTERVEL OF REST) નો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ – ૫૦(૩) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહીતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
