ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લા કલેકટરપ્રવીણ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ સરકીટ હાઉસ ખાતે સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં માતામરણ,બાળમરણ અને કુપોષણમાં ઘટાડો થાય અને પાણીજન્ય રોગોને અટકાવવા માટેના સબંધિત પરિબળો અને તેને અસરકારક નિવારણ માટે જિલ્લા કક્ષાએ સુધારાજનક પરિણામો મળી રહે તે અંગેની બહુઆયામી દ્રષ્ટીકોણથી ચર્ચા કરીને નિરાકરણ માટે સ્વાસ્થ્ય પરિષદનું આયોજન હાથ ધરાયું હતુ.
આણંદ જીલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી સારી કરવામાં આવી રહી છે તેમાં ઉતરોત્તર પ્રગતિ થાય અને જનસમુદાયમાં જન ભાગીદારી વધે તે માટે ધારાસભ્યઓ, તમામ શાખાના અધિકારી,વર્લ્ડ બેન્કના સભ્ય, રાજ્યના સભ્યો, NGO વિગેરે મળીને માતા મરણ અને બાળમરણ થવાના કારણો,કુપોષણ થવાના કારણો, રોગચાળા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને વધુ સારી કામગીરી થાય તેમાટે સૂચનો કરવામાં આવ્યા તેમજ તે અંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આરોગ્ય વિભાગને સૂચનાઓના અમલીકરણ કરવા માટે જણાવ્યું હતું.
આ પરિષદમાં આણંદ મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપના તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહીત પદાધિકાઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા