ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો

Views: 61
0 0

Read Time:2 Minute, 6 Second

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં  નાળિયેરી બગીચા ધરાવતા ખેડુતોને  સફેદમાખી ( રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય )ના ઉપદ્રવને અટકાવવા માટે બાગાયત વિભાગ દ્વારા પગલાઓ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામા આવે છે.

        જેમા નાળિયેરીના બગીચા ૧ થી ૩ વર્ષના ઝાડ  ધરાવતા  હોય તેવા ખેડૂતોને સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) અસરકારક નિયંત્રણ માટે પાયરીપ્રોક્સીફેન ૧૦% + બાયફેન્થ્રીન ૧૦% ઇ.સી. ૦.૦૦% ( ૧૦ મીલી/૧૦ લીટર પાણી ) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૦.૦૨૭% ( ૧૨ મીલી/૧૦ લીટર પાણી ) અથવા ડાયાફ્રેન્થીયુરોન ૫૦% ડબ્લ્યુ.પી. ૦.૦૫% ( ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા/લીટર પાણી ) સાથે, પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.

          ઉપરાંત નાળિયેરીના બગીચા ૫ વર્ષથી વધારે ઉંમરનાં ઝાડમા   સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) નિયંત્રણ માટે મૂળ શોષણ ( પેન્સીલ જાડાઇનું મૂળ ) પધ્ધતિથી પ્રતિ ઝાડ દીઠ ૧૦ મી.લી. પાણી સાથે મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ.@ ૧૦ મિ.લી. દવા ભેળવી, પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને બીજી માવજત પ્રથમ માવજતના એક મહિનાના અંતરે કરવી. મૂળ શોષણની માવજત અને નાળિયેરને ઉતારવા વચ્ચેનો ગાળો ૩૦ દિવસ રાખવો. જેથી ખુબજ અસરકારક પરિણામો મેળવી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *