મકરસંક્રાંતિ પર્વના શાસ્ત્રોકત સંક્રાંતિ કાળ સમયે સોમનાથ મંદિરમાં કરાયું સુર્યપૂજન તથા ગૌ પૂજન

Views: 65
0 0

Read Time:2 Minute, 0 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ 

સનાતન સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના સંક્રાંતિ કાળનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સંક્રાંતિ કાળ સમયે કરવામાં આવતું પુણ્ય કાર્ય અનેક ગણું વધુ ફળદાયી કેહવામાં આવ્યું છે. વળી ગૌ પૂજન નું સંક્રાંતિ સમયે અનેરુ મહાત્મ્ય હોય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં મહાદેવના દર્શનની સાથે સાથે ગૌ પૂજનનો પણ લાભ દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુંઓએ પુજાનો લાભલીધો હતો.

સોમનાથ મંદિરમાં પરંપરાગત કરવામાં આવતી પુજામાં સુર્યપૂજન- ગૌ પૂજન કરવામાં આવેલ. સાથે જ સોમનાથ મહાદેવને કરવામાં આવતા વિશેષ મહાપૂજનમાં દ્રવ્યો, ઔષધીઓ, દુગ્ધ, સહિતમાં વિવિધ તલથી સોમનાથ મહાદેવને અભિષેક કરવામાં આવેલ હતો. વિશ્વશાંતિ અને આરોગ્ય સુખાકારી માટે પુજારીએ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.    

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ ગૌશાળા માંથી લાવવામાં આવેલ ગૌમાતાનું મંદિરના પુરોહિતો અને ઇન્ચાર્જ જનરલ મેનેજર, અધિકારી-કર્મચારીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં ઓનલાઇન મીટના માધ્યમથી દેશ-વિદેશના અનેક ભક્તો જોડાયા હતા. ઓનલાઇન મીટિંગના માધ્યમથી કરવામાં આવતા ગૌ પૂજનના દર્શન તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાયં સોમનાથ મહાદેવને તલનો વિશેષ શૃંગાર કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %