ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
છોટાઉદેપુર તાલુકાના જંગલ વિસ્તારોમાં કેસુડા નું આગમન ભારે અચરજ ભરી વાત છે કારણકે ફાગણ માસમાં કેસુડો ખીલી ઉઠતો હોય જેની જગ્યા એ ભર શિયાળે ઠંડીના ચમકારા ની વચ્ચે કેસુડો જોવા મળતા સમગ્ર પંથક માં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ કુદરતી થતી ઘટના ઓને માનવી પણ સમજી શકે તેમ લાગતું નથી છોટાઉદેપુર બહોળું જંગલ ધરાવતો વિસ્તાર છે.
જ્યારે કુદરતી જડીબુટ્ટીઓ, કળ તથા કુલ જેવી કુદરતી સંપદા ઓ થી ભરપુર છે. ઘણી જડીબુટ્ટીઓ માનવ ને થતાં રોગ મટાડવામાં લાભપ્રદ હોય છે, તેવી જ રીતે કેસુડો પણ ચામડીના રોગોને મટાડવા ઘણો ઉપયોગી થઇ પડે છે. આયુર્વેદિક ઔષધિ રૂપે પણ ઘણો કામ લાગે છે. તેવી જ રીતે બનાવવા અર્થે કેસુડા નો ઉપયોગ અને કર્માસિષ્ટ કંપનીઓ હોળી ના સમયમાં સ્થાનિક વેપારી ઓ પાસે બહારની કંપની ઓ હોળીમાં રંગથી જથ્થાબંધ કેસુડા ની ખરીદી કરતી હોય છે. તેની સાથે સાથે લહેરાશે.
સમગ્ર વિસ્તારમા કેસુડા ને પાણી મા પલાળી સ્નાન કરવા માં આવે તો પણ ચામડીના રોગ મટી જતા હોય છે. ત્યારે આજનો માનવી અન્ય દવાઓ પર આધાર રાખીને બેઠો છે. પરંતુ જો આ રીતની ઔષધિ નો ઉપયોગ કરવામાં આવે તો કોઈ આડઅસર વગર લોકોના ચામડીરોગનું નિદાન થઈ શકે તેમ છે. છોટાઉદેપુર ના વિશાળ જંગલોમાં ત્રણ મહિના અગાઉ થી કેસુડા એ દેખા દીધી છે. આવનારા ત્રણ માસ પછી હોળી પર્વ દરમિયાન સમગ્ર જંગલો માં કેસૂડો ખિલી ઉઠશે અને ફાગણ માસમાં સમગ્ર જંગલ કેસરી રંગ થી રંગાશે જ્યારે સમગ્ર વિસ્તારમાં લહેરાશે.