Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ,
મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલનાઆદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૦૨/૦૯/૨૦૨૩નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નં.૦૬માં આવેલ પ્રદ્યુમન પાર્કની પાછળ આવેલ લાયન સફારી પાર્કની જગ્યામાં (ભીચરી રોડ) થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેની વિગત નીચે મુજબ છે.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.