ગુજરાત ભૂમિ, સોમનાથ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ નિયમિત રૂપે આરોગ્ય કેમ્પ યોજે છે. તા.27ઓગસ્ટ ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા કેન્દ્ર (T.F.C) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી જે.ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, મુકુંદભાઈ પુરોહિત, ગોકુલ હોસ્પિટલના વાઇસ પ્રેસીડેન્ટ ઉર્મિશ વૈષ્નવ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ આરોગ્ય કેમ્પમાં ન્યુરો અને સ્પાઇન સર્જન, ફિઝિશિયન અને ગંભીર રોગોના નિષ્ણાત, જનરલ તથા ટ્રોમા સર્જન, ઇ.એન.ટી.સર્જન,, કાર્ડિયોલોજીસ્ટ, સ્કીનસ્પેશિયાલિસ્ટ, સાયકયાટ્રીસ્ટ, મો તથા જડબાના સર્જન, ઓથો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ફીઝીયોથેરાપીસ્ટ, બાળરોગ નિષ્ણાત સહિતના નિષ્ણાત તબીબો દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક તેમજ બહારથી આવનાર શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો હતો.
કેમ્પના અંતે લોકો માટે સેવા આપનાર તબીબોનું શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.