ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લામાં લવજેહાદના કિસ્સા વધી રહ્યા છે તેમજ હિન્દુ યુવતીઓની છેડતીના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે.જીલ્લામાં આ બનાવો વધતા હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે.મોગરી ખાતે હિન્દુ યુવતીઓ અને પરિવારજનોમાં જાગૃતિ માટે હિન્દુ સર્વસમાજની મહાસભા યોજાઈ હતી.આ મહાસભામાં વિવિધ જ્ઞાતિના સામાજીક આગેવાનો એકત્ર થયા હતા અને સામાજિક એકતા અને સુરક્ષા ,સ્ત્રી રક્ષા અને શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતન કરાયું હતું.
આ તબક્કે અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કેરલા સ્ટોરી આવ્યા બાદ અનેક હિન્દુ યુવતીઓમાં જાગૃતિ આવી અને મુસ્લિમ યુવકો સાથેના સંબંધોનો અંત આણ્યો હોવાના અહેવાલો પ્રસાર માધ્યમોમાં ચમકી રહ્યા છે.તો યાત્રાધામ ડાકોરની યુવતીએ ચાંગા ના મજૂર મુસ્લિમ યુવક સાથે સંબંધોનો અંત આણતા નરાધમ યુવકે હિન્દુ યુવતીને એ હદે માનસિક ત્રાસ આપ્યો કે તેણીએ આપઘાત કરી લીધો હતો.આણંદની ઘણી કોલેજમાં પણ યુવતીઓની છેડતી અને પ્રેમસંબંધ બાબતે ઝગડા અને હિંસક અથડામણ નોધાઇ ચૂકી છે વળી કેટલીક ઘટનાઓ સામાજિક શરમના ઓથા હેઠળ દબાવી દેવામાં આવી છે.આવી બાબતોમાં પરિવારજનોએ યુવતીઓને હિંમત આપી કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
આ તબક્કે અટલ હિન્દુ રક્ષક સમિતિ ના અઘ્યક્ષ પિંકલ ભાટિયાએ હિન્દુ સંસ્કતિની સભ્યતા ,ભવ્યતા અને આધુનિકતાની વાત મૂકી હિન્દુ યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિની અને સ્ત્રી ચારિત્ર્ય રક્ષા માટે શૌર્યવાન બનવા આહવાન કર્યું હતું.આ ઉપરાંત વિધર્મી લંપટ યુવાનો હિન્દુ સમાજની ઉદાર સંસ્કારિતા, સંબંધો જાળવવાની સોમ્યતા અને મૈત્રીભાવનાઓ સાથે છળકપટના ખેલ કરી રહ્યા છે. આવા લંપટ યુવકો યુવતીઓ અને પરણિતાઓ સાથે મૈત્રી કેળવી પ્રેમસંબંધ બાંધી હવસનો શિકાર બનાવે છે અને ઇસ્લામમાં ધર્મપરિવર્તનનો કરાવી ધાર્મિક ભ્રષ્ટતા આચરી ભારતીય સંસ્કૃતિ ઉપર જેહાદી હુમલા કરી રહ્યા છે.જેનો હિન્દુ સમજે જડબાતોડ જવાબ આપવા હવે તૈયાર રહેવું પડશે તેમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ચોવીસ ગામ પાટીદાર સમાજના પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલે સમાજિક એકતા થકી પરસ્પર સામાજિક અને કૌટુંબિક વ્યવહારો વધારવા ઉપર ભાર મૂક્યો હતો.વિધર્મીઓ યુવકો દ્વારા હિન્દુ યુવતીઓ અને પરણિતાઓ ઉપર કુદ્રષ્ટિ કરી હિન્દુ સમાજ ઉપર વિધર્મી ધાર્મિક અને સામાજિક જેહાદી આક્રમણ કરાઈ રહયું હોવાનુ જણાવ્યુ હતું. હિન્દુ સમાજના યુવાનોને ખાસ તાલીમ આપી આ આક્રમણનો પ્રતિકાર કરવા તૈયાર કરવા તેઓએ સમાજને આહવાન કર્યું હતું.
આ તબક્કે નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે યુવતીઓ લવજેહાદ કે વિધર્મીઓના અત્યાચારનો ભોગ બને તો પરિવારજનો કોઈ પણ સામાજિક શેહ શરમ વિના કાયદાકીય કાર્યવાહી કરે અને સમાજના તમામ વર્ગના આગેવાનો પણ આવી પરિસ્થિતિમાં તેઓની સાથે રહે તે જરૂરી છે.યુવતીઓ વીરાંગના મજબૂતાઈથી બની તમામ પરિસ્થિતિઓનો સામનો કરે અને વિધર્મી યુવકોના કોઈપણ પ્રલોભનો કે મિત્રાચારીનો શિકાર ન બને તે ધ્યાન રાખવું જોઈએ.
મહત્વનું છે કે આ મહાસભામાં હિન્દુ સમાજની વિવિધ પંદરથી વધુ જ્ઞાતિના આગેવાનો અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં યુવાનો ,યુવતીઓ મહિલાઓ અને વયસ્ક નાગરિકો પણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : ભાવેશ સોની, આણંદ