જીએસએચઈબી, જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે ઉજવાયો પ્રવેશોત્સવ

Views: 66
0 0

Read Time:2 Minute, 23 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

            કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથની પ્રભાસ પાટણ કન્યાશાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૨૫ ભૂલકાઓ અને ધોરણ-૧માં ૯ બાળકોએ ઉત્સાહથી પ્રવેશ મેળવી પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.

            આ પ્રસંગે જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ તમામ સહભાગી થયા છે. શાળા પ્રવેશોત્સવ ભૂલકાઓના જીવનમાં ઉજાસ પાથરનાર ઉત્સવ બની રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ શિક્ષણનું પ્રથમ પગથિયું છે. શરૂઆતથી જ બાળકોમાં પાયારૂપી ઉત્કૃષ્ટ શિક્ષણ મળે તો ભારતનું ભાવિ વધુ મજબૂત થઈ શકે છે. જીવનમાં અભ્યાસનું મહત્વ દર્શાવી જોઈન્ટ ડિરેક્ટરએ બાળકો પાસે જ્ઞાન સાથે ગમ્મત આપતી પ્રવૃત્તિઓ પણ કરાવી હતી.

સૌ પ્રથમ દિપ પ્રાગ્ટય કરી ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું’ મધુર પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે પછી આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને લંચ બોક્સમાં સુખડી આપી આવકારવામાં આવ્યા હતાં. આ તકે શાળામાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતિય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને અને શાળામાં ગત વર્ષ દરમિયાન ૧૦૦% હાજરી આપનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરાયા હતા.

આ તકે શાળાના આચાર્ય રમેશભાઈ પંપાણિયા સહિત શિક્ષકો, બીઆરસી કોઓર્ડિનેટર, અગ્રણીઓ, વિવિધ આગેવાનો તેમજ વાલીઓ સહિત ગ્રામજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *