માન. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના વિવિધ વિકાસ કામો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થયેલ જુદી જુદી રજૂઆતો અંગે સમીક્ષા

Views: 96
0 0

Read Time:4 Minute, 58 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

        આજે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માન. મંત્રી તથા રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે મીટીંગ યોજાયેલ.

        આ મીટીંગમાં સંસદ સભ્યઓ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા તેમજ મેયર ડૉ. પ્રદીપ ડવ, ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનરઓ અનીલ ધામેલિયા, ચેતન નંદાણી તેમજ વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહેલ.

        આ બેઠકમાં સરકારમાં રહેલ વિવિધ પ્રશ્નો જેવા કે, રામનાથ મંદિર ડેવલપમેન્ટ અને આજી રીવરફ્રન્ટ અને નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામ તેમજ “રૂડા” દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડને ચાર માર્ગીય બનાવવા માટે ગ્રાન્ટ, મવડી – વાવડી – માધાપરની ટી. પી. સ્કીમો વહેલા સર મંજુર થાય તે માટે માન. પ્રભારી મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

        આ ઉપરાંત સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ વિવિધ પ્રશ્નો જેવા કે, વિધાનસભા – ૬૮માં પીવાના પાણી તેમજ ચોમાસા પૂર્વે રસ્તાના પેચ વર્કના કામો, વિધાનસભા – ૭૦માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શાળા બિલ્ડીંગ સત્વરે કાર્યરત થાય તે માટે શિક્ષણ વિભાગની વહેલાસર મંજુરી મળે તે માટે તેમજ રૂડા દ્વારા બનાવવામાં આવતા આવાસો રૂડા હેઠળના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ બનાવવા જેમ કે, શાપર વેરાવળમાં કામ કરતા શ્રમિકોને નજીકના સ્થળોએ જ આવાસો મળે તેવું આયોજન કરવું. વિધાનસભા – ૬૯માં વોર્ડ નં.૩માં આવેલ ચોમાસાની ઋતુમાં પોપટપરા નાળામાં જે સમસ્યા સર્જાઈ છે તેના નિરાકરણ માટે રજૂઆત કરાયેલ. આ ઉપરાંત કોર્પોરેશનના અન્ય વિભાગો લગત પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાયેલ.

        આ તમામ ચર્ચા વિચારણા અને સમીક્ષાને અંતે માન. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે, સરકાર કક્ષાએ નિર્ણય લેવાના થતા રાજકોટ મહાનગરપાલિકા અને “રૂડા”ના વિવિધ પ્રશ્નો અંગે સરકાર સાથે યોગ્ય સંકલન કરીશું. આ ઉપરાંત રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર છે અને વિકસિત શહેર છે જેથી લોક પ્રશ્નો અંગે વહીવટી તંત્ર દ્વારા ચુટાયેલા પ્રતિનિધિઓ સાથે યોગ્ય સંકલન કરી લોક સુખાકારીના કામો ઝડપથી આગળ ધપે તેવા આપણે સૌ સાથે મળી પ્રયાસો કરીએ. પ્રભારી મંત્રી તરીકે મારી આજની આ મીટીંગમાં થયેલ કાર્યવાહીથી હું સંતુષ્ઠ અને ખુશ છું. રાજકોટના સાંસદઓ, ધાસભ્યઓ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર વગેરે શહેરની વિકાસ પ્રક્રિયા આગળ ધપાવવા માટે ખુબ જ ઉત્સાહી છે. શહેરના વિકાસ તેમજ પ્રાથમિક સુવિધાના કામો અંગે નગરજનોની અપેક્ષા ઝડપભેર પૂર્ણ થાય તેવી આશા રાખું છું.

        આ મીટીંગની શરૂઆતમાં સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, શહેર ભાજપ પ્રમુખ અને મ્યુનિ. કમિશનર દ્વારા માન. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *