પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે શ્રમિક પરિવારમાં હર્ષાશ્રુનો અવસર

Views: 70
0 0

Read Time:3 Minute, 8 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

              વ્યક્તિ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન એક એવાં મકાનની માલિકી માટે કામ કરે છે, જેને તે પોતાનું ઘર કહી શકે. એક ઘર જે પોતાના પરિવાર માટે પૂરતું હોય, જ્યાં બાળકો વિકાસનો અનુભવ કરી શકે, એટલે જ કહેવાય છે કે ‘ધરતીનો છેડો ઘર’. ઘરનું ધર એ ભારતના દરેક સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે. આવા અનેક સપનાઓને પ્રધાન મંત્રી આવાસ યોજનાએ સંપૂર્ણ કર્યા છે.

ભાવનગરના રહેવાસી ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાનું એક અનોખું સપનું જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સંપૂર્ણ થયું છે. ભાવેશભાઈ હીરાઉદ્યોગમાં કામકાજ કરી જીવન વિતાવી સંતોષ અનુભવતા હતા. જીવનની આટલી કાપરી પરિસ્થિતિમાં પણ તેમણે સંઘર્ષ કરવાનો છોડ્યો નહીં. પરંતુ એમના મનમાં ડંખતું હતું કે પોતાનું ઘરનું ઘર હોય તો ઘણી રાહત મળે. પોતાનાં માત-પિતાને ઘરના ઘરમાં પ્રવેશ કરાવવો હતો. અને ત્યારે તેમના જીવનમાં અજવાળા સમાન પ્રધાનમંત્રી આવાસ યોજના આવી. આ યોજના થકી ભાવેશભાઇએ આજે ધરના ઘરમાત્ર પ્રવેશ કર્યો

આ અવસરે તેમના માતા શ્રીમતી શારદાબેન વિઠ્ઠલભાઈ મકવાણા જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમના આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. તેમનો દીકરાને હવે ઘરનું ઘર મળ્યું છે તે જોઇ તેમની ખુશીએ આંસુનું સ્વરુપ ધારણ કર્યુ હતું અને ત્યાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ત્યાં ઉપસ્થિત મેયર કીર્તિબાળા દાણીધારિયા અને ધારાસભ્ય શ્રીમતી સેજલબહેન પંડ્યાએ તેમની અશ્રુસભર લાગણી જોઈ આશ્વાશનની હૂંફ પુરી પાડી હતી.

 ભાવેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા પોતાના ઘરની ચાવી પ્રાપ્ત કરીને ખુશી અનુભવતા કહે છે કે પહેલા તેઓ ભાડાના ઘરમાં રહેતા હતા પરંતુ તેમના પરિવારમાં વધુ વ્યક્તિ હોવાને કારણે તેમને રોજબરોજ હાલાકી ભોગવવી પડતી હતી પરંતુ હવે પોતાના નવા ઘરમાં બે રૂમ, કિચન સાથે વીજળી, પાણી જેવી બધી સુવિધાઓ છે જેના કારણે તેઓ આનંદીત છે. આ નવા ઘરમાં તેઓ પોતાના બાળકોનાં વિકાસને લઈને પણ ચિંતામુકત છે. હવે તેમના બાળકો સ્વચ્છતા ભર્યા વાતાવરણમાં વિકાસની કેડી તરફ ડગ માંડશે.

ઉલ્લેખનીય છે કે હાઉસિંગ ફોર ઓલ ના વિઝન અંતર્ગત અનેક ગરીબ પરિવારોને સુવિધાપૂર્ણ ઘર પ્રાપ્ત થયું છે જેના દ્વારા અનેક પરિવારોનો વિકાસ થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *