Read Time:1 Minute, 21 Second
ગુજરાત ભૂમિ, ભુજ
મુન્દ્રા તાલુકાની શારદામંદિર પ્રા.શાળા-મુન્દ્રા, ગોયેરસમા વાડી પ્રા.શાળા, મોખા પ્રા.શાળા, વાઘુરા પ્રા.શાળા, પાવડીયારા પ્રા.શાળા, કુકડસર પ્રા.શાળા, બોરાણા પ્રા.શાળા, બાબીયા પ્રા.શાળા, ડેપા પ્રા.શાળા, કુવાઇ પ્રા.શાળા, નાના કપાયા વાડી પ્રા.શાળા, મોટી ભુજપુર વાંકરાઇવાડી પ્રા.શાળા, મંગરા આનંદવાડી પ્રાથિમક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ના સત્ર માટે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલકની જગ્યાઓ તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટેનું નિયત ફોર્મ મામલતદાર કચેરી, મુન્દ્રા ખાતેથી મેળવીને તા.૧૦/૪/૨૦૨૩ સુધીમાં મળે તે રીતે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવી વધુ વિગતો માટે મામલતદાર કચેરી-મુન્દ્રાનો સંપર્ક સાધવા જણાવાયું છે.