Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ સુરત
સુરતની ૨૨ વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદમાં તા.૦૬ થી ૧૦ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૭મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-૨૦૨૬માં કાંસ્ય પદક જીતી સુરત શહેર અને દેશનું ગૌરવ વધાર્યું છે.
વર્ષ ૨૦૨૫થી જ બેડમિન્ટન ટ્રેનિંગની શરૂઆત કરી માત્ર એક વર્ષનાં ટૂંકા ગાળામાં જ મહેનત, લગન અને દ્રઢ નિશ્ચય દ્વારા અનિશાએ રાષ્ટ્રીય સ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. અનિશાએ માત્ર ૪ વર્ષની નાની વયે એક અકસ્માતમાં પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. પરંતુ આ શારીરિક પડકારને તકમાં ફેરવી તેમણે રમતગમતના ક્ષેત્રમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
