0
0
Read Time:1 Minute, 1 Second
હિન્દ ન્યુઝ, ભુજ
ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલ ફિલ્ડ રેંજ નોખાણીયા ફાયરીંગ બટ ઉપર ૩૦મી એપ્રિલ-૨૦૨૩ સુધી પોલીસ અધિક્ષક પશ્ચિમ-કચ્છ-ભુજ દ્વારા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનું વાર્ષિક ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.