સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં આદિજાતિનો ભાતીગળ લોકમેળો ભરાયો

Views: 177
0 0

Read Time:2 Minute, 26 Second

ગુજરાત ભૂમિ, સાબરકાંઠા

             ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર-વિચિત્રનો મેળો આ મેળો હોળીના તહેવાર પછી ૧૫માં દિવસે ઉજવાય છે. અને બે દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર ઉમટી પડે છે. પૂર્વજોની શ્રાધ્ધવિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે. મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો હતો આકુળ-વ્યાકુળ અને સાબરમતીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી સ્વજનોની યાદમાં હૈયાફાટ રૂદનથી આક્રંદ તેમને શ્રધ્ધાજંલિ અર્પી છે. ભાતીગળ મેળામાં યુવાનો અને યુવતીઓ મેળામાં મોજમાણી મનના માણીગરને શોધીને સંસારમાં પ્રભુતા પગલા માંડે છે.

               આ પ્રાચીન મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આંતર રાજયો અને આસપાસના બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિજાતી લોકો મેળામાં આવે છે. મેળામા આવેલ રાજસ્થાનના બિંદુ મીણા જણાવે છે કે, આ ચિત્ર વિચિત્ર મેળો અમારા માટે પવિત્ર મેળો છે. બાપ દાદાના સમયથી અમે અમારા સ્વજનોની અસ્થિ આ નદીના ત્રિવેણી સંગમમાં પધરાવીને પવિત્ર કરીએ છીએ. પોશીના રામકુકડીના મરજુભાઇ જણાવે છે કે આ મેળામાં મૃત સ્વજનોને યાદ કરવાની સાથે યુવક યુવતીઓ પોતાના જીવન સાથીને આ મેળામાં પસંદ કરી પોતાના સાંસારીક જીવનની શરૂઆત કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *