જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે
Views: 1
0 0

Read Time:2 Minute, 40 Second

ગુજરાત ભૂમિ, જામનગર 

      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.

 સ્પે.ખેલમહાકુંભ 3.0 નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (Blind). શ્રવણ મંદ (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર છે. 

સ્પે.ખેલમહાકુંભ ૩.૦માં વિવિધ કેટેગરી માટે વયજૂથ જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે ૮ થી ૧૫ (જુનિયર, ૧૬ થી ૨૧ (સિનીયર), ૨૨ થી ઉપર (માસ્ટર), શારીરિક ક્ષતિગ્રસ્ત ૧૬ વર્ષ સુધી, ૧૬ વર્ષ થી ઉપર ૩૫ વર્ષ સુધી, ૩૫ વર્ષ થી ઉપર, બ્લાઈન્ડ કેટેગરીમાં ૧૮ વર્ષથી નીચે, ૧૮ વર્ષથી ઉપરના, શ્રવણ મંદ કેટેગરીમાં ૧૬ વર્ષ થી નીચે, ૧૬ વર્ષ થી ઉપર, ૪૫ વર્ષ થી ઉપર, સેરેબ્રલ પાલ્સીમાં ઓપન એજ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે.

સ્પે.ખેલમહાકુંભ ૩.૦ માં ઓફલાઈન રજીસ્ટ્રેશન જે-તે સંસ્થો દ્વારા કરવામાં આવશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટીફીકેટનું વેરીફીકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પે.ખેલમહાકુંભ ૩.૦ માં જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓ ને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે. જેથી જામનગર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ આ સ્પે.ખેલમહાકુંભ ૩.૦માં રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *