Read Time:1 Minute, 43 Second
ગુજરાત ભૂમિ, અમદાવાદ
ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ચેટીચાંદના પાવન અવસરે આજે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ સ્વામીનારાયણ મંદિર (BAPS)ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે મંત્રી રાઘવજીભાઈ પટેલે કષ્ટભંજનદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીએ સાળંગપુર ખાતે શાસ્ત્રી હરિપ્રકાશદાસ-અથાણાવાળા, મુની સ્વામીજી, કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીજીના આશિર્વાદ પણ મેળવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને અધિક નિવાસી કલેકટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી બલદાણીયા સહિત જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

