Read Time:1 Minute, 17 Second
ગુજરાત ભૂમિ, આણંદ
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ” ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” નિમિત્તે આવતીકાલે તા.૨૨ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે આણંદ- સોજીત્રા રોડ, એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે.
આ મેચમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મીડિયાના મિત્રોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.