ગુજરાત ભૂમિ, બારડોલી
સુજલામ સુફલામ જળ અભિયાન થકી પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળેલ માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્ય વિકાસના કામોમાં થયો છે. સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ મહદઅંશે હલ થઇ છે. સિંચાઇ વ્યવસ્થા સુદૃઢ થઇ તથા ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. પર્યાવરણમાં સુધારા થયા અને પાણીના બગાડમાં મહદઅંશે ઘટાડો થયો. સુજલામ સુફલામ જળ અભિયાનની રાષ્ટ્રીય કક્ષાએ નોંઘ લેવાઇ, જે અન્વયે વર્ષ ૨૦૨૦માં આ અભિયાનને પ્લેટિનમ કેટેગરીમાં તથા વર્ષ ૨૦૨૧માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે.
૨૦૨૩ના વર્ષની સુજલામ સુફલામ્ યોજના થકી બારડોલીના બાબલા ગામથી શરૂઆત કરવામાં આવી છે ત્યારે બાબલા ગામના રહેવાસી ઈશ્વરભાઈ પટેલ જણાવે છે કે, બાબલા ગામમાં બની રહેલા તળાવનો વિસ્તાર વધવાથી હવે ગામમાં ૫ ઘણું વધારે પાણીનો સંગ્રહ થશે જેનાથી ગામના ખેડૂતો, પશુઓને ખૂબ ફાયદો થશે. હવે તળાવ ઊંડું કરવાથી વધશે અને ગામનો પણ વિકાસ થશે. પહેલા ગામમાં નાનું તળાવ હતું અને નહેરનું પાણી પણ આવતું હોય પણ સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી તેનો વિસ્તાર વધારવાથી વરસાદી પાણીનો સંગ્રહ કરી સિંચાઇ અને ગામમાં ઘણી રીતે પાણીનો વ્યાપક ઉપયોગ થાય છે અને ગામમાં સિંચાઇ ક્ષેત્રે સમૃદ્ધિ આવશે.